અરવલ્લીમાં મેઘામહેર:અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા, જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા

અરવલ્લી (મોડાસા)14 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લામાં વહેલી પરોઢે ધોધમાર વરસાદ ખાબક્યો છે, ખાસ કરીને ધનસુરામાં 4 ઇંચ , બાયડમાં 3 ઇંચ, ભિલોડામાં 3.5 ઇંચ, માલપુરમાં 2 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ. જ્યારે મોડાસામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે

ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ
જિલ્લામાં વરસાદ અને ઉપરવાસના વરસાદથી જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે. જિલ્લાની માલપુરની વાત્રક, મોડાસાની માઝૂમ, શામળાજીની મેશ્વો, ભિલોડાની હાથમતી બુઢેલી અને ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. ખેતરોમાં પણ પાણી ભરાય જવા પામ્યા છે. ત્યારે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...