હુમલો:ભિલોડાના વીરપુર ગામે જમીનના ભાગ બાબતે વહુએ સાસુને લાકડીથી મારમાર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે તો તું બચી ગઇ છે હવે મળીશ તો જાનથી મારવાની ધમકી આપી

ભિલોડાના વીરપુરમાં તું જમીનના ભાગલા કેમ આપતી નથી તેમ કહીને મોટા દીકરાની વહુએ સાસુ સાથે ગાળાગાળી કરીને તેને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વીરપુરમાં રમીલાબેન જગનાજી ખરાડી પોતાના ઘરે ડુંગળી ભરતા હતા. તે દરમિયાન તેમના મોટા દીકરાની વહુ નીતાબેન રાજેશભાઈ ખરાડી હાથમાં લાકડી લઈને ત્યાં આવી ચડી હતી અને તેના સાસુ ને કહેવા લાગી કે તું જમીનના ભાગલા કેમ પાડી આપતી નથી એમ કહીને ગાળાગાળી કરી રહી હતી. તે દરમિયાન મહિલાએ ગાળાગાળી કરવાની ના પાડતા દીકરાની વહુએ તેના હાથમાં રહેલી લાકડી વડે સાસુને હાથના ભાગે માર મારતા તેને બૂમાબૂમ કરતાં બાજુમાંથી તેનો દીકરો જીતેન્દ્ર દોડી આવ્યો હતો અને તેની માતાને ઝઘડામાંથી છોડાવી હતી.

ઝઘડામાં દીકરાની વહુ કહેતી હતી કે આજે તો તું બચી ગઈ છે હવે મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા રમીલાબેન જગનાજી ખરાડીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નીતાબેન રાજેશભાઈ જગનાજી ખરાડી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...