ધમકી:ભિલોડાના ટાકાટુકામાં તે સીમ કેમ બંધ કર્યો છે કહી શખ્સને પાવડો માર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના દંતોડના શખ્સનો ચિઠોડના શખ્સ પર હુમલો

ભિલોડાના ટાકાટુકામાં ત્રણ રસ્તા ઉપર તારા મોબાઇલનું સીમ કેમ બંધ કરી દીધું છે કહી વિજયનગરના દંતોડના શખ્સે ચિઠોડાના શખ્સને પાવડાના લાકડાના હાથા વડે કપાળના અને પગના ભાગે ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ચિઠોડામાં રહેતા મહેન્દ્રભાઈ ફનાત અને તેમના પત્ની શારદાબેન બંને તેમની દીકરીને લેવા માટે ભિલોડાના ટાકાટુકામાં આવ્યા હતા. તે દરમિયાન તેઓ ત્રણ રસ્તા પાસે ઊભા હતા ત્યારે સુરેશભાઈ પટેલ કહેવા લાગ્યા કે તારા મોબાઇલનું સીમ કેમ બંધ કરી દીધેલ છે કહી અપશબ્દો બોલતાં અપશબ્દો બોલવાની ના પાડતાં તેઓએ તેમના હાથમાં રહેલા પાવડાના લાકડાના હાથા વડે મહેન્દ્રભાઇને કપાળના ભાગે અને પગના ભાગે ફટકો મારતા તેઓ નીચે પટકાઈ ગયા હતા.

દરમિયાન તેમના પત્ની અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલા ઉપરોક્ત શખ્સને 108 દ્વારા સારવાર માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઝઘડામાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહેન્દ્ર ભાઈ રામજીભાઈ ફનાતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પટેલ સુરેશભાઈ બાબુભાઈ રહે દંતોડ તા. વિજયનગર જિ.સાબરકાંઠા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાથી લોકોના ટોળેટોળા ઊમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...