જંગી મતે વિજયનો આત્મવિશ્વાસ:ભિલોડામાં ભાજપે પૂર્વ IPSને ફરી એક વખત ટિકિટ આપી; 2017ની ચૂંટણીમાં 11 હજાર મતોથી પરાજય થયો હતો

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હાલ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં આગામી 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પણ જાહેરાતો થવા માંડી છે.

જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠકોમાં આદિવાસી રિઝર્વ 30 ભિલોડા વિધાનસભા સીટ માટે ભાજપ દ્વારા પૂર્વ આઇપીએસ પી.સી. બરંડાને ભાજપે વધુ એક વખત ટિકિટ આપી છે. 2017ની ચૂંટણીમાં 11 હજાર જેટલા મતોથી પરાજય થયો હતો. ત્યારબાદ તેઓ આદિવાસી નિગમના ડિરેક્ટર તરીકે રહ્યાં અને 5 વર્ષ ભિલોડા વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાજનોના કામો કર્યા છે. આ ચૂંટણીમાં તેઓ 40 હજાર કરતા વધુ મતથી વિજયી બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજે તેમના નિવાસ સ્થાન વાંકાટીંબા ગામે તેમના પરિવારજનોએ ગોળ ખવડાવી શુકન કરાવ્યા હતા. સમગ્ર પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...