ફરિયાદ:મોડાસાના બામણવાડમાં પરિણીતા પાસે 1 લાખ દહેજ માંગી ત્રાસ આપ્યો

મોડાસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના બામણવાડમાં પરિણીતાને સાસરિયા ત્રાસ આપીને તેની પાસે રૂ. 1 લાખની માગણી કરતા મહિલાએ મોડાસા પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ અને દિયર સામે ગુનો નોંધાવ્યો હતો. મોડાસાના દધાલીયાના રમીલાબેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ 12 વર્ષ અગાઉ બામણવાડના અજયભાઈ બાબુભાઈ રાવળ સાથે થયા હતા.

લગ્નના શરૂઆતમાં મહિલા સાથે સાસરિયાઓ સારો વ્યવહાર રાખતા હતા. દરમિયાન પતિ કહેતો હતો કે તું તારા બાપના ઘરેથી કશુ લાવી નથી મારે પીકપ ડાલુ લાવું છે તેમ કહીને રૂ.એક લાખની માગણી કરતાં મહિલાના પિતાએ 50000 ની મદદ કરી હતી. રમીલાબેને અજયભાઈ બાબુભાઈ રાવળ, પ્રેમીલાબેન બાબુભાઈ રાવળ તેમજ સુનિલભાઈ બાબુભાઈ રાવળ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...