પોલીસ બંદોબસ્ત વચ્ચે માપણી કરાઈ:મોડાસામાં સ્પોર્ટ સંકુલની જમીન માપણીનો સ્થાનિક ગ્રામજનોએ વિરોધ કર્યો, પોલીસે 30 જેટલાની અટકાયત કરી

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લાની રચના થઈ ત્યાંરથી જિલ્લામાં સારું જિલ્લા સ્તરનું સપોર્ટ સંકુલ બનાવવાની શરૂઆતથી જ માંગ હતી. ત્યારે બાજકોટ વિસ્તારમાં આવેલ મદાપૂર પાસે વહીવટી તંત્રએ જમીન ફળવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
આજે સવારે મદાપૂર બાજકોટ વિસ્તારમાં સરકારી જમીન પર સપોર્ટ સંકુલ બનાવવા માટે જિલ્લા રમત ગમત અધિકારી મામલતદાર સહિતનો સ્ટાફ જમીનની માપણી કરવા માટે મદાપૂર પહોંચ્યા હતા. સાથે જિલ્લાના 6 પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર હતો. જેવા જમીન માપણીની શરૂઆત કરી કે તરત જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા અને જમીન માપણીનો વિરોધ કરવા લાગ્યા હતા.

30 જેટલા ગ્રામજનોની અટકાયત
સ્થાનિક ગ્રામજનો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ જમીન પર અમો ગરીબ લોકોનો 1967 થી ભોગવટો છે. જેથી આ જમીન પર અન્ય કોઈને આવવા નહીં દઈએ. જેથી પોલીસે તમામ ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યા છતાં ગ્રામજનો ન માનતા 30 જેટલા ગ્રામજનોની અટકાયત કરી હતી. આ સ્થળે જિલ્લાના 6 પોલીસ સ્ટેશન અને મહિલા પોલિસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી જમીન માપણીની કામગીરી શરૂ કરાવી હતી. જિલ્લા રમત ગમત અધિકારી તથા મામલતદારની રૂબરૂમાં કામગીરી શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...