કાર્યવાહી:અરવલ્લી જિલ્લામાં દોઢ વર્ષમાં 12500 થી વધુ લોકોએ ઇ-મેમો ન ભરતાં હવે દંડ વસૂલ કરાશે

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના સૂચનથી દંડનીય રકમ વસૂલવા કરવા તજવીજ હાથ ધરાઇ

અરવલ્લીમાં છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ સીસીટીવી મારફતે ઇ-ચલણ આપવામાં આવ્યા હોવા છતાં 12500 થી વધુએ ઇ-મેમો ન ભરતાં તેમની સામે કોર્ટના સૂચનથી દંડનીય રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વર્ષ- 2020 થી CCTV કેમેરા મારફતે ઇ-ચલણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ટ્રાફિક નિયમન ભંગ બદલ કુલ 19300 થી વધુ ઇ-ચલણ જનરેટ થયા છે.

આ પૈકી આજદિન સુધી કુલ 7000 થી વધુ ઇ-ચલણ ભરપાઇ થયાનું નોંધાયુ છે. તેમજ 12500 થી વધુ ઇ-ચલણના કેસમાં દંડની રકમ ભરપાઇ થઈ નથી. જે અન્વયે હાઇકોર્ટ દ્વારા ઇ-ચલણ બાકીદારો સામે કડક કાર્યવાહી કરી દંડની રકમ ભરપાઇ કરાવવા રાજ્ય પોલીસને સૂચન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે. જિલ્લા પોલીસ દ્વારા ઝુંબેશ દ્વારા દંડની રકમ વસૂલાત કરવામાં કવાયત હાથ ધરાઇ છે. કોર્ટ દ્વારા લોક-અદાલત અનુસંધાને વાહન ચાલકોના બાકી રહેલ ઇ-ચલણ ભરવા માટે નોટિસ પાઠવાઇ હતી. લોક-અદાલત બાદ ઇ-ચલણ નહીં ભરનાર સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરાશ.

આ વેબસાઈટ પર ઈ-મેમો દંડ ઓનલાઇન ભરી શકાય છે અને જાણી પણ શકાય છે
ઇ-ચલણ દંડની રકમ ઓનલાઇન ભરવા https :// echallanpayment.gujarat.gov.in/ પર ભરી શકાય છે. તેમજ આ વેબસાઈટ પર આપના વાહનનો ઇ-મેમો આવેલ છે કે નહી તે પણ જાણી શકાય છે.

ઇ-મેમો દંડની રકમ ઓફલાઇન અહીં ભરો
નેત્રમ શાખા, એસ.પી કચેરી, જિલ્લા સેવા સદન પરિસર, મોડાસામાં રોકડમાં ભરી શકાય છે.વધુ માહિતી માટે ફોન નં: 02774, 250118 અથવાccc-arv@gujarat.gov.in પર ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરો

અન્ય સમાચારો પણ છે...