કરૂણ:અરવલ્લીમાં કાતિલ દોરીથી ત્રણ દિવસમાં 9 પક્ષી ઘાયલ, 1નું મોત

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણ અભિયાન શરૂ કરાયું

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે નિર્દોષ પશુ પક્ષીઓનો કાતિલ દોરીથી ભોગ ન લેવાય તે માટે તા.10 થી તા.20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાયું છે જિલ્લામાં ત્રણ દિવસમાં 9 નિર્દોષ પક્ષીઓ કાતિલ દોરીનો ભોગ બન્યા છે જ્યારે એક પક્ષીનું મોત નિપજ્યું હોવાનું નોંધાયું છે

જિલ્લામાં કાતિલ દોરીથી તા.10 જાન્યુઆરીએ એક પક્ષી અને 11 જાન્યુઆરીએ બે કબૂતર અને તા. 13 જાન્યુઆરીએ કબૂતર સહિતના છ પક્ષીઓ કાતિલ દોરીનો ભોગ બન્યા હોવાનું નોંધાયું છે. જોકે આ છ પક્ષીઓ પૈકીના એક કબૂતરનું સારવાર દરમિયાન મોત થયુંહોવાનું નોંધાયું છે.

જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ અને ભિલોડા ખાતે જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા પક્ષી સારવાર કેન્દ્રો ઉભા કરાયા છે તદુપરાંત કાતિલ ધોરીનો ભોગ બનેલા પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉભી કરાઈ છે અને ઘાયલ થયેલા પશુ-પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કરવા ટોલ ફ્રી નંબર 1962 નંબર જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...