અરવલ્લી જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી પશુઓમાં જોવા મળતા ખરવા મોવાસા અને ગળસુંઢાની વેક્સિનેશનનું અભિયાન હાથ ધરાયું છે. જેમાં મોડાસા માલપુર મેઘરજ ધનસુરા તેમજ બાયડ અને ભિલોડામાં અત્યાર સુધીમાં 384000 પશુઓને ઉપરોક્ત બંને રોગનું વેક્સિનેશન કરાયું હોવાનું જિલ્લા પશુપાલન વિભાગના નાયબ અધિકારી કાવિશ પટેલે જણાવ્યું હતું.અરવલ્લી જિલ્લામાં પશુઓમાં ચોમાસુ ઋતુ દરમિયાન ખરવા મોવાસા અને ગળસુંઢો જોવા મળતો હોવાથી જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા છેલ્લા દોઢ માસ જેટલા સમયથી વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું છે.
જિલ્લાના છ તાલુકામાં અત્યાર સુધીમાં ખરવા મોવાસાની 188000 પશુઓને વેક્સિન અપાઇ છે અને ગળસુંઢાની 196000 પશુઓને વેક્સિન આપવામાં આવી હોવાનું નોંધાયું છે. પશુપાલન વિભાગે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં 16 લાખ જેટલા ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ છે. જિલ્લામાં રસીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના 30 જેટલા પશુ ચિકિત્સકો પશુઓની વેક્સિનેશન કામગીરીમાં જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.