કોઈપણ નાના મોટા ટુ-વ્હીલર કે ફોર વ્હીલર વાહનો હોય પણ ચલાવવામાં ગફલત રાખે તો ચાલક અને વાહનોને મોટું નુકસાન જતું હોય છે. ત્યારે આવી એક ઘટના અરવલ્લીના માલપુર પાસે સામે આવી છે. જેમાં ઓડી કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. આ ઘટનાને લઈ હાલ માલપુર પોલીસે તપાસ હાથ ઘરી છે.
એક્ટિવા રોડ ક્રોસ કરતી વખતે કાર સાથે ધડાકાભેર અથડાઈ
માલપુર તાલુકાના દેવદાંતી ગામની યુવતી કામિની વણકર માલપુર નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગનો કોર્સ કરે છે. તે માલપુરથી પોતાના વતન દેવદાંતી જવા એક્ટિવા લઈને નીકળી હતી. માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર આવેલા મંગલપુર પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક કાર પુરપાટ જડપે આવી રહી હતી. એની સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની માલપુર પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી ખસેડાયો હતો. કાર ચાલક પણ થોડે દુર કાર રાખી ફરાર થઇ ગયો હતો. માલપુર પોલીસે ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.