ધડાકાભેર ટ્રક પાછળ કાર ઘૂસી:માલપુરના જેસવાડી પાસેના અકસ્માતમાં કારમાં સવાર બંને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળ પર મોત, પોલીસે તપાસ હાથ ધરી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સોમવાર અને મંગળવાર ગોજારો સાબિત થયો હોય એમ સતત બીજા દિવસે માલપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બંને અકસ્માતમાં બે દિવસમાં કુલ ત્રણના મોત થવા પામ્યા હતા.

માલપુર તાલુકામાં આજે બીજા દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માલપુર તાલુકાના માલજીના પહડિયા ગામના વતની મોંટુ બાપુ અને માલપુરના જયંતિ લુહારિયા બંને મોડાસાથી માલપુર તરફ કારમાં આવી રહ્યા હતા. ત્યારે જેસવાડી ગામ પાસે એક ઉભી રહેલી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતી કાર ઘૂસી હતી. કારમાં સવાર બંને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. બંને મૃતકોના પરિવારજનોને જાણ થતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ઘટનાને પગલે માલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએચસી ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...