અરવલ્લીના અંતરિયાળ ગામડામાં ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ 108એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ હોવાના કારણે અરવલ્લી જિલ્લામાં ત્રણ માસમાં 3800 લોકોને મેડિકલ સેવાઓ મળી હોવાનું નોંધાયું છે.
108 જિલ્લાના કોઈ પણ ખૂણે 19 મિનિટથી ઓછા સમયમાં પહોંચી જાય છે. 108ના સ્ટાફ દ્વારા ઘણા બધા કેસોમાં પ્રસૂતા માતાઓની ડિલિવરી પણ કરાવાય છે. જેમાં 5 મહિના દરમિયાન અંદાજિત 50 થી વધી પ્રસૂતાઓની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હોવાનું નોંધાયું છે.
તાજેતરમાં જીવનમરણ વરચે ઝોલાં ખાતી મેઘરજના વૃદ્ધને 108ના પાયલોટે લોહી આપી માનવતા મહેકાવી હતી. વધુ એક કિસ્સામાં અકસ્માત દરમિયાન બાયડના વ્યક્તિનું ખોવાયેલ પાકીટ અને મોબાઈલ પરત પહોંચાડી પાયલોટ અને સ્ટાફના સભ્યે પ્રમાણિકતા બતાવી હતી. તો અન્ય એક અકસ્માતમાં મૃતકનું રોકડ રકમ ભરેલું પર્સ પણ 108ના સ્ટાફના મિત્રોએ પરિવારને સુપરત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.