ફરિયાદ:મારે વર્ષો જૂનો પ્રેમ છે તેની સાથે મારે લગ્ન કરવા છે કહી પરિણીતાને તગેડી

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના વાંકાનેરની પરિણીતાની પતિ સહિત પાંચ સાસરિયા સામે ગુનો

ભિલોડાના આંબાબારના અને ગાંધીનગર વાવોલમાં રહેતા સાસરિયાઓએ ભિલોડાના વાંકાનેરની પરિણીતાને મારે બીજા લગ્ન કરવા છે. તું મને છૂટાછેડા આપી દે તેમ કહીને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતાં મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર છાપરાની મહિલાના લગ્ન એક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ ભિલોડાના ઓબાબાર ગામના મનોજકુમાર બરંડા સાથે થયા હતા. લગ્નના તાજેતરના સમયમાં મહિલા સાથે સાસરીયાઓ સારો વ્યવહાર રાખતા હતા. બાદમાં મહિલા પોસ્ટ ઓફિસમાં નોકરી લાગતાં તે ગાંધીનગરના વાવોલમાં સાસરિયાઓ જોડે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

તે દરમિયાન સાસરિયાઓની ચઢામણીથી પતિ અવારનવાર મહિલા અને કહેતો હતો કે મારે તો વર્ષો જૂનો પ્રેમ છે મારે તેની સાથે લગ્ન કરવાના છે તું છુટાછેડા આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ આવી ધમકી તેને છૂટાછેડા આપી દેવા દબાણ કરાતા દામિનીબેન મનોજકુમાર બરંડાએ મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનોજકુમાર લાલજીભાઈ બરંડા, લાલજીભાઈ દીતાભાઇ બરંડા બંને રહે વાવોલ ગાંધીનગર, હીનાબેન નવીનભાઈ ફેરા રહે ચાંદખેડા અમદાવાદ, નવીનભાઈ શીવાભાઈ ફેરા રહે ચાંદખેડા અમદાવાદ, અને ભાવનાબેન અર્જુનકુમાર પાંડવ રહે રાણીપ અમદાવાદ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...