મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ:હું મારા દિકરાને આપની સેવામાં મુકું છું; કહી જસુ પટેલે માલપુરમાં તમામ લોકોનો આભાર માન્યો

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે, એમ રાજકીય વાતાવરણ ગરમાતુ જાય છે. ત્યારે કોંગી ધારાસભ્ય જસુ પટેલને ટિકિટ મળી નથી ત્યારે મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો

મતદારોનું ઋણ ચૂકવવા કાર્યક્રમ
32-બાયડ વિધાનસભા બેઠક પર હાલ જસુ પટેલ કોંગી ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે બાયડ બેઠક માટે મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. ત્યારે જસુ પટેલ પોતાને દાવેદાર માનતા હતા, પરંતુ ટિકિટ ન મળી. જેથી તેઓએ મતદારોનું ઋણ ચૂકત કરવા માટે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

હું મારા દીકરાને આપની સેવામાં મુકું છુંઃ જસુ પટેલ
આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, મારો યજ્ઞ ચાલુ હતો એમાં હું સ્થાનિક છું, છતાં એક વ્યક્તિએ હવનમાં હાડકા નાખ્યા છે અને યજ્ઞ ભંગ કર્યો છે. પણ મારા મત વિસ્તરે મને હંમેશા પ્રેમ આપ્યો છે, મારા પરિવારજનોને પણ ખૂબ પ્રેમ આપ્યો છે. જેથી હું મારા દીકરાને આપની સેવામાં મુકું છું, જણાવી ભાવુક બન્યા હતા. આ સાથે તમામનો આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...