ધમકી:માલપુરના ટીસ્કીમાં મારા ઘરે કેમ વારંવાર આવે છે કહી વેપારીને માર્યો

મોડાસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાનો ભંગારનો વેપારી ટીસ્કીમાં મશીનની પૂછપરછ કરવા માટે ગયો હતો

માલપુરના ટીસ્કીમાં તું મારા ઘરે વારંવાર આવ્યા કરે છે કહી મોડાસાના રાણા સૈયદ માં રહેતા ભંગારની ખરીદી કરતાં વેપારીને લાકડી વડે અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં માલપુર પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

મોડાસાના રાણાસૈયદમાં રહેતા ઈમામખાશેરખાં મુલતાની માલપુરના ટીસ્કીમાં ભંગાર લેવા માટે ગયા હતા. દરમિયાન તેઓ લાલાભાઇને ઘરે જઈને તેમને કહેલ કે મશીન તમારે આપવું છે કે નહીં તે બાબતે પૂછતાં ઝઘડો કરવા લાગ્યો હતો.

જોકે ત્યારબાદ ગામમાં આવેલા રમેશભાઈ મગનભાઈના ઘરે ભંગાર માટે ગયા હતા દરમિયાન ઉપરોક્ત શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તું મારા ઘરે વારંવાર આવ્યા કરે છે તેમ કહી એના હાથમાંની લાકડી વડે માથામાં અને બરડાના ભાગે મારમારીને નીચે પાડી ગડદાપાટુનો માર મારતાં બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

આ ઝઘડામાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઈમામખા શેરખાં મુલતાની રહે. રાણા સૈયદ મોડાસાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલભાઈ કોયાભાઈ ખાંટ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...