ફરિયાદ:મોડાસામાં પતિએ પત્નીને તલાકની ધમકી આપતાંગુનો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પિતાએ કુવૈત જવા રૂ. દોઢ લાખ આપ્યા છતાં પણ ત્રાસ

મોડાસાની મહિલાને સાસરિયાઓની ચઢામણીથી પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને માર મારી તલાક આપી દેવાની ધમકી અપાતા પરિણીતાએ મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બાગે નિશાન સોસાયટીમાં રહેતી મહિલાના લગ્ન ચાર વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ કસબા મોગલ વાળામાં રહેતા શખ્સ સાથે થયા હતા. શરૂઆતમાં મહિલા સાથે સારો વ્યવહાર રખાયા બાદ સાસુ અને નણંદની ચઢામણીથી પતિ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપીને તેની સાથે મારજૂડ કરાતી હતી.

પતિને કુવેત જવાનું હોવાથી મહિલાના પિતાએ રૂપિયા દોઢ લાખની મદદ કરી હતી અને સાસરીયાઓની ચઢામણીથી પતિએ કુવેત જવાનું માંડી વાળીને રૂપિયા પણ વાપરી નાખ્યા હોવાનો ફરિયાદનો ઉલ્લેખ કરાયો છે. પતિએ મહિલાને લાફો મારીને તલાક આપી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગર્ભવતી મહિલાએ પિતાના ઘરની વાટ પકડી છે.

આ અંગે સરોજબેન ઈજમામ મુસ્તાક હુસેન શેખએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડાસાના કસબા મોગલ વાળા વિસ્તારમાં રહેતા પતિ, સાસુ અને નણંદ તેમજ કાકાજી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઈજમામ મુસ્તાક હુસેન શેખ, ઈકબાલબાનુ મુસ્તાક હુસેન કાસમ મિયા શેખ,સુરૈયા મુજફર હસુમિયા શેખ, સમાબાનું મોઈન ખાન પઠાણ, ગુલામ મોયુદીન ઉર્ફે કાલુ કાસમ મિયા શેખ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...