મકાન જમીનદોસ્ત:માલપુરના વડલાફળીમાં વરસાદના કારણે મકાનનો આગલો ધસી પડ્યો, ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી

અરવલ્લી (મોડાસા)18 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ત્યારે જિલ્લામાં મકાનો કે દીવાલો પાડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે માલપુર નગરના વડલાફળી વિસ્તારમાં એક સદ ગૃહસ્તનું મકાનનો આગળનો ભાગ ધરાશઇ થયો છે. જો કે આ મકાન પડયું ત્યારે ઘરના કોઈ સદસ્ય હાજર નહોતા જેથી જાન હાનિ ટળી છે. ઘટનાની આસપાસ પણ કોઈ નહોતું. જેથી કોઈ ઇજાની પણ ઘટના બની નથી. પરંતુ જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે એ અગાઉ જુના મકાનો હોઈ, જર્જરિત મકાનો હોઈ તે અંગે તંત્ર દ્વારા સર્વે કરાવી તેવા મકાનો ઉતારી લેવા જણાવવામાં આવતું હોય છે. ત્યારે તંત્રની પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી છે. જે જુના અને જર્જરિત મકાનો હોય તેમાં વરસાદના કારણે ભેજ આવતો હોય છે. પરિણામે આવા મકાનો ધરાશઇ થતા હોય છે. સાથે સાથે મકાન માલિકોએ પણ સતર્કતા રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...