બે જૂથ જાહેરમાં બાખડયા:બાયડ નગરમાં એક યુવકને માથામાં લોખંડની પાઇપ મારી ઇજા કરી, બાયડની કાયદો વ્યવસ્થા સ્થિતિ કથડી

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

બાયડ નગરમાં આજ રોજ સમી સાંજે કોઈ અગમ્ય કારણો સર જાહેરમાં મુખ્ય બજારમાં જ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકને માથામાં લોખંડનો પદાર્થ મારી લોહી લુહાણ કર્યો. જેથી યુવકને સારવાર અર્થે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો.

જાહેર રસ્તે પોલીસ સ્ટેશનની નજીક ના વિસ્તારમાં જાહેરમાં લોહિયાળ ઘર્ષણ થાય છે અને નજીકમાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી. ત્યારે જાણે બાયડ નગરમાં કાયદો અને વ્યવસ્થાજી સ્થિતિ પડી ભાગી હોય એમ લાગી રહ્યું છે. અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જાહેરમાં આવી લોહિયાળ ઘટના બનતી હોય ત્યારે પોલીસે આવા અસામાજિક તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...