દારૂ:મેઘરજના લાખાપુર પાસે ટેમ્પોના ગુપ્તખાનામાં સંતાડેલો રૂ. 1.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીની કાર્યવાહી, ચૂંટણી ટાંણે દારૂનો જથ્થો વડોદરા લઈ જવાઈ રહ્યો હતો

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મેઘરજ તાલુકાના લાખાપુર ગામની સીમમાંથી ૪૦૭ ટેમ્પામાં ગુપ્ત ખાનુ બનાવીને ગેરકાયદે વડોદરા લઇ જવાતો રૂ.1.38 લાખના દારૂ સહીત રૂ.8.43 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ ના પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી ગોહિલ અને સ્ટાફના માણસો મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાખાપુર ગામની સીમમાં ભેમાપુર તરફથી આવતા રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમી દાર દ્વારા બાતમી મળી હતી કે એક સફેદ કલરનું ટાટા 407 ટેમ્પા નંબર GJ06 AZ 9154નો ચાલક તેના ટેમ્પામાં ગુપ્ત ખાનુ બનાવી રાજસ્થાનથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરની પેટીઓ ભરી રાજસ્થાનના કાલીયાકુવા બોર્ડર થઈ તુમ્બલીયા થઈ સારંગપુર થઇ વડોદરા તરફ જનાર છે.

તેવી બાતમી મળતા લાખાપુર ગામની સીમમા રોડ ઉપર ઉભા રહી નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમીવાળું સફેદ કલરનું ડાલું આવતા ડાલામાં તપાસ કરતા ડાલામાં બનાવેલ ગુપ્ત ખાના માંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરની જુદી-જુદી બ્રાન્ડની આખી પેઢી નંગ 20 જેમાં કુલ બોટલો ટીન નંગ ચાર 744 તથા છૂટી બોટલો ટીન 255 મળી કુલ બોટલો અને ટીન નંગ 999 જેની કિંમત રૂ.1,38,200નો દારૂ તથા મોબાઇલ નંગ એક કિંમત રૂ. 5000 તથા રોકડા સહિત કુલ રૂપિયા રૂ.8,43, 900 ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડી તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...