અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર:મોડાસા, ભિલોડા, મેઘરજ અને ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો, સૌથી વધુ ધનસુરામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો છે. આજે સાંજના સુમારે જિલ્લાના મેઘરજ મોડાસા ભિલોડા અને ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ ધનસુરામાં 1 કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. સિઝનનો કુલ 27 ઇંચ વરસાદ થયો આજે જે વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે એમ બસ સ્ટેશન વિસ્તાર, જુના બજાર, પરબડી વિસ્તાર અને ધનસુરા નડીઆદ હાઇવે પર પાણી ભરાયા હતા.

અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
અરવલ્લી જિલ્લામાં શરૂઆતથી વરસાદની મંદ ગતિ હતી ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે કુલ 56.70 ટકા વરસાદ નોંધાયો છે. ખેતીલાયક વરસાદ થયો ત્યારથી ખેડૂતોએ વાવેતર કર્યું હતું. ત્યારબાદ વરસાદ લંબાયો હતો એટલે જે તાલુકામાં ઓછો વરસાદ છે. જેવા કે માલપુર બાયડ તાલુકામાં ત્યાં બે દિવસનો વરસાદ જાણે સોનુ વરસ્યું હોય એટલો ખેડૂતોમાં આનંદ છવાયો છે. ત્યારે હજુ પણ વધુ વરસાદ થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...