વરસાદે તારાજી સર્જી:અરવલ્લીમાં ખાબકેલ વરસાદના કારણે મેઘરજ અને માલપુર ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા; કુંભેરામાં ઘરમાં પાણી ઘુસ્યા

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લામાં પાંચ દિવસના વિરામ બાદ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અસહ્ય ઉકળાટમાંથી છુટકારો મળ્યો છે. મેઘરજ માલપુર નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની છે. માલપુરના ગોઢ કંપા અને મેઘરજના કુંભેરા આસપાસ ખેતરોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. આસપાસના ડુંગરનું પાણી આવતાએ પાણી સીધા ખેતરોમાં ઘુસ્યા જેના કારણે ખેડૂતો એ કરેલ સોયાબીન મગફળી મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ છે. ત્યારે વતાવરણમાં ઠંડક પ્રસરી છે, આગામી સમયમાં પણ વરસાદ ખાબકે એવી શક્યતા છે.

સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા
સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા
અન્ય સમાચારો પણ છે...