અસહ્ય ઉકળાટ બાદ એકાએક વરસાદ:અરવલ્લીના મોડાસા શહેર સહિત પંથકમાં સમી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને રાહત

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા
  • સમી સાંજે વરસાદ આવતાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા વરસાદમાં ભીંજાઈ
  • વાવેતર કર્યા બાદ વરસાદની તાતી જરૂરિયાત હતી, વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું

અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે મંગળવારે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ એકાએક વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અસહ્ય ઉકળાટ બાદ એકાએક વરસાદ શરૂ થયો
સમી સાંજે વરસાદ આવતાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા વરસાદમાં ભીંજાઈ હતી. ખાસ કરીને ખેતીવાડીમાં વાવેતર કર્યા બાદ વરસાદની તાતી જરૂરિયાત હતી. એવા સંજોગોમાં વરસાદ થતાં ખેતીપાકને જીવનદાન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...