મોડાસા-મેઘરજ રોડ પર ટ્રિપલ અકસ્માત:બ્લોક ફેક્ટરી પાસે એક જીપ અને બે ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટના સ્થળે જ મોત અન્ય 7 ઇજાગ્રસ્ત

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવાર હંમેશા ભારે હોયએ માન્યતા સાચી પડતી હોય એવી ઘટના અરવલ્લીમાં બનવા પામી છે. આજે એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાની વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસા મેઘરજ રોડ પર આવેલ બ્લોક ફેક્ટરી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. ત્યારે તહેવાર નિમિત્તે પુરપાટ ઝડપે વાહન ચાલકો મુસાફરો ભરીને વાહનો ચલાવતા હોય છે. ત્યારે મેઘરજ તરફ જતી એક જીપ સામેથી આવતી ઇકો કાર સાથે અથડાઈ હતી. પાછળથી ફૂલ સ્પીડમાં આવતી અન્ય એક ઇકો કાર પણ ટક્કરાઈ હતી.

આમ ટ્રિપલ અકસ્માતમાં ઇકોમાં સવાર એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાત મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોઈપણ વાહન ચાલક હોયએ પોતાના સ્વાર્થ માટે નાણાં કમાવવાની લાલચે વાહનમાં બે રોકટોક મુસાફરો ભરીને વાહન ચલાવતા હોય છે, પરંતુ ક્યારેક આવા અકસ્માતો થાય ત્યારે જીવનું જોખમ થઈ જાય છે. ત્યારે તંત્રની બેદરકારી પણ આવા અકસ્માતો માટે જવાબદાર હોય છે. આમ દરેક વાહનો માટે નક્કી કરેલ મર્યાદાથી વધુ મુસાફરો વહન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી થાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...