અરવલ્લી જિલ્લાની સહકારી સંસ્થાઓ અને કૃભકો દ્વારા ખેડૂતોને જીવન ઉપયોગી મારહદર્શન મળી રહે અને ખેડૂતો કાઈ રીતે પોતાની અવાક બમણી કરી શકે એ દિશામાં સહકારી આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારત કા અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસા ખાતે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા મંદિરના હોલ સહકારી પરિષદમાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી સંસ્થાઓ દ્વારા સભાસદો માટે ઉપયોગી સાબિત થઇ શકે તે માટે માર્ગદર્શન અપાયું હતું. સાથે 2023માં ખેડૂતોની આવક ડબલ થાય તે દિશામાં કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું.
કૃભકો તેમજ મોડાસા તાલુકા જિન અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. ગામડાઓમાં ચાલતી સેવા મંડળી અને દૂધ મંડળી ગ્રામીણ પ્રજા માટે ઉપયોગી બની રહે તે દિશામાં સહકારી અધિવેશનમાં માર્ગદર્શન અપાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.