વાલીઓનો આક્રોશ:મોડાસાની મદની હાઇ.માં અંગ્રેજી માધ્યમ બંધ કરવાની હિલચાલથી વાલીઓનો હોબાળો

મોડાસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોષે ભરાયેલા વાલીઓએ મોટીસંખ્યામાં શાળામાં જઇ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો - Divya Bhaskar
રોષે ભરાયેલા વાલીઓએ મોટીસંખ્યામાં શાળામાં જઇ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો
  • સંસ્થાના પ્રમુખે ચાલતી પકડતાં વાલીઓએ ગાડીમાં બેસતાં અટકાવ્યા
  • નર્સિંગ કોલેજ​​​​​​​ શરૂ કરવાનો મનસુબો વાલીઓએ આક્રોશ ઠાલવ્યો

મોડાસાની મદની હાઇસ્કૂલમાં શુક્રવારે વિદ્યાર્થી અને વાલીઓને પરિણામ આપવાનું કહી શાળામાં બોલાવી અંગ્રેજી માધ્યમ બંધ થવાની છે તેવું કહી એલ.સી આપવાનું શરૂ કરતાં વાલીઓ મોટી સંખ્યામાં શાળામાં દોડી આવ્યા હતા અને સંસ્થાના પ્રમુખ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતાં પ્રમુખે ચાલતી પકડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો જેનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો.

શુક્રવારે મદની હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમના બાળકોને પરિણામ આપવાનું કહી શાળામાં બોલાવી શાળા બંધ થઇ રહી હોવાની જાણ કરી એલસી પકડાવતા મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં આવી સંકુલમાં બેસી આક્રોશ ઠાલવ્યો કે છોકરાઓને શિક્ષણની જરૂર છે. રિઝલ્ટ લેવા બોલાવી સ્કૂલ બંધ થવાની છે કહી અધવચ્ચેથી એલસી પકડાવી દઈ બાળકોનું શિક્ષણ અંધકારમય બનાવવાનો પ્રયાસ કરાયો છે.

વાલીઓએ હાયરે મેનેજમેન્ટ હાય-હાયના નારા લગાવ્યા હતા. તે દરમિયાન સંસ્થાના પ્રમુખ બાબુભાઇ ટાઢા પણ સંસ્થામાંથી બહાર નીકળતા વાલીઓએ આક્રોશ ઠાલવતાં પ્રમુખે ચાલતી પકડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સંકુલની બહાર નીકળી ગાડીમાં બેસતાં ગાડી અટકાવી હતી.

કેટલાક રોષે ભરાયેલા વાલીઓએ તેમની સમસ્યા ન સાંભળતા અપશબ્દો પણ બોલ્યા હતા. વાલીઓએ આક્રોશ ઠાલવ્યો કે અંગ્રેજી માધ્યમ બંધ કરી નર્સીંગ કોલેજ શરૂ કરવાનો મનસૂબો છે. અમારા બાળકો અધવચ્ચેથી ક્યાં જાય?

આ અંગે સરકારમાં પણ જાણ કરી દીધી છે
સંસ્થાના પ્રમુખ બાબુભાઇનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું કે કેમ્પસમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ છે પરંતુ અંગ્રેજી માધ્યમમાં માત્ર 90-95 વિદ્યાર્થી છે અંગ્રેજી માધ્યમ ચલાવવુ પોસાય તેમ નથી અને બે વર્ષ અગાઉ તમામને જાણ કરી દીધી હતી અને જે વિદ્યાર્થીને ગુજરાતી મીડિયમમાં એડમિશન લેવું હોય તેમને પણ એડમિશન આપવાની વાત કરી હતી તદુપરાંત આ અંગે સરકારમાં પણ જાણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...