ખાતાકીય કાર્યવાહી:ગ્રેડ પે આંદોલન: અરવલ્લીમાં ASI સસ્પેન્ડ

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ મહિના અગાઉ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણાં આંદોલનમાં મહિલાઓને એએસઆઇએ જયદીપસિંહે ઉશ્કેરણી કરતાં હોવાનું બહાર આવ્યું

ગાંધીનગર સેક્ટર 27 સત્યાગ્રહ છાવણીમાં તા. 7 જાન્યુઆરીએ મહિલાઓ દ્વારા ગ્રેડ પે મામલે ધરણા આંદોલન કરાયું હતું. આંદોલનમાં પોલીસમાં બજાવતા એએસઆઈ જયદીપસિંહ દ્વારા મહિલાઓને ઉશ્કેરણી કરાતી હોવાનું તેમજ તેમને કાયદો અને વ્યવસ્થાની કામગીરી ખોવાય તેવી કામગીરી કરી હોવાનું બહાર આવતા તદઉપરાંત એક જીવંત પ્રસારણ ચેનલમાં ગ્રેટ પે વધારવા બાબતે ચર્ચા કરી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવતા પોલીસ વિભાગ દ્વારા તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવતા તેમને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ફરજ મોકૂફ કરાયા હતા.

રાજ્યમાં આઠ મહિના અગાઉ ગ્રેડ પે વધારવા મામલે મહિલાઓ દ્વારા માગણી કરીને ધરણાં પ્રદર્શન યોજાયું હતું જેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ સત્યાગ્રહ છાવણમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી ધરણાં યોજી આંદોલન કર્યું હતું. આ આંદોલનમાં એએસઆઈ જયદીપસિંહ આંદોલનમાં જોડાયા હોવાનું હોવાનું પોલીસ વિભાગના ધ્યાન ઉપર આવ્યું હતું તદુપરાંત ગાંધીનગર સેક્ટર 27 ખાતે ગ્રેડ પે વધારા પ્રશ્ન કરાયેલ આંદોલનમાં પોલીસ પરિવારની 11 મહિલાઓ પૈકી જયદીપસિંહ પણ ઉપસ્થિત હોવાનું અને તેમને ધરણાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓને ઉશ્કેરણી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

તદુપરાંત તેમણે કાયદો વ્યવસ્થાની કામગીરી ખોવાય તેવી કામગીરી કરી હોવાનું તેમજ એક ચેનલમાં જીવંત પ્રસારણમાં ગ્રેડ પે વધારવા બાબતે ચર્ચા કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા નોંધવામાં આવ્યું હતું.

ગાંધીનગર પોલીસ વિભાગના 20 જુલાઈના પરિપત્ર મુજબ અરવલ્લી જિલ્લા પોલીસમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરીને શિસ્ત ભંગના મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાતા તેમને ફરજ મોકૂફ કરવા હુકમ કરાયો હતો. તેમને હેડક્વાર્ટર મોડાસામાં રાખવા માટે પણ હુકમમાં જણાવાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...