ઉત્પાદન:ગઢડા કંપાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી આદુ અને હળદરનું 100 % ઉત્પાદન મેળવ્યું

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી| પ્રાકૃતિક ખેતીમાંથી શેરડી લઇ તેમાંથી ગોળ બનાવી બજારમાં વેચે છે

અરવલ્લી જિલ્લાના ગઢડા કંપાના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને રાજ્યમાં સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા તેઓ રોલ મોડેલ બન્યા છે. ગઢડા કંપાના ખેડૂત હરિભાઈ પટેલે 14 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને 100 ટકા ઉત્પાદન મેળવી રહ્યા હોવાનું જણાવી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉપર ભાર મૂકે છે.

ગઢડા કંપા ના ખેડૂત હરિભાઈ પટેલ ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને આદુ હળદર, શેરડી, ઘઉં મગફળી સહિત અન્ય શાકભાજી ઉગાડે છે. હરિભાઈ પટેલે જણાવ્યું છે કે વર્ષ 2016 માં ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત જાતે તૈયાર કરે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવાય છે. જીવામૃત જાતેજ તૈયાર કરે છે. જેનો દવાના રૂપે છંટકાવ કરે છે.

ખેડૂતે જણાવ્યું કે શેરડીનો પાક પણ પ્રાકૃતિક ખેતી થી તૈયાર કરીને તેમાંથી ગોળ બનાવે છે અને તે બજારમાં સપ્લાય કરે છે તદુપરાંત પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરેલ આદુ હળદરનો પાવડર બનાવી તેને પણ માર્કેટમાં વેચી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા હેક્ટર દીઠ 5000 સબસીડી પણ અપાય છે. અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કરતા ખેડૂતે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી થી જમીન સારી બને છે તેમાંથી તૈયાર થયેલી ખાદ્ય ચીજો આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

અન્ય સમાચારો પણ છે...