કોઈપણ ખેડૂત હોય કે પશુપાલક પોતાની આજીવિકા માટે સરકાર ના જે તે વિભાગ દ્વારા મળતી સહાય મેળવીને પગભર થતા હોય છે. પણ જે તે સંસ્થા દ્વારા ખેડૂત કે પશુપાલકને મદદ ના મળે તો? ત્યારે મોડાસા તાલુકા ના વોલવા ગામે આવેલી દૂધ મંડળીમાં આવી જ એક ઘટના બનવા પામી છે.
દૂધ ભરાવવાનું બંધ કરી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
મોડાસાના વોલવા ગામે આવેલા પશુપાલકો દૂધના વ્યવસાય પર નિર્ભર હોય છે. ગાય ભેંસનું દૂધ ભરાવવા માટે સાબર ડેરી સંચાલિત દૂધ મંડળીમાં જવું પડે છે. સાબરડેરી દ્વારા પશુપાલકોના પશુઓને ગુણવત્તા સભર ખોરાક મળી રહે તે માટે સાબર દાણ આપવામાં આવે છે. જેનું પેમેન્ટ પશુપાલકોના ખાતામાંથી કપાતું હોય છે. ત્યારે વોલવા દૂધ મંડળીના ગ્રાહકોને મંડળી દ્વારા સાબરદાણ મળતું નથી. જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, સેક્રેટરી દ્વારા તેઓને દાણ આપવામાં આવ્યું નથી. વારંવાર માગવા છતાં પણ હડધૂત કરવામાં આવે છે. જેથી તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દાણ આપવામાં ન આવે ત્યાં સુધી મંડળીમાં દૂધ ભરાવવાનું બંધ કરી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.