કાર્યવાહી:અણસોલમાંથી દારૂના ગુનાનો ફરાર આરોપી ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શામળાજી પોલીસ સ્ટેશન હેઠળના અણસોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન શામળાજી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી પોલીસે ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

અણસોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન એક ટ્રાવેલ્સ બસ ચેક કરતાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતો જણાતાં તેને ટ્રાવેલ્સમાંથી નીચે ઉતારી નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ સનિ મેવારામ યાદવ (25) રહે.નગલાજલુઆ, અસુ તા. સુકોહાબાદ જિ.ફિરોજાબાદ થાના સુકોહાબાદ (ઉત્તરપ્રદેશ) નો હોવાનું જણાવતા તેનું નામ પોકેટ કોપમાં સર્ચ કરતાં આ શખ્સે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાનો નાસતો ફરતો આરોપી હોવાનું માલૂમ પડતાં તેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...