અરવલ્લી જિલ્લામાં સૌથી મોટા ગણાતા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી આજે ગુરુવારેડાબાકાંઠાની મુખ્ય નહેરમાં રવિ પાકની સિઝન માટે 40 પાણી છોડવા સિંચાઈ વિભાગ દ્વારા આયોજન હાથ ધરાયું છે વાત્રક જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી રવિ પાકની સિઝન માટે ખેડૂતોને છ રાઉન્ડ પાણી આપવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટે જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં અને રાજસ્થાનના ઉપરવાસમાં ચોમાસુ સિઝન દરમિયાન છેલ્લે છેલ્લે ભારે વરસાદના પગલે વાત્રક જળાશય માં વરસાદી પાણીની મોટી માત્રામાં આવક થતા વાત્રક જળાશય મા વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો માલપુર ધનસુરા બાયડ અને ખેડા જિલ્લાના 2500 કરતાં વધુ ખેડૂતો માટે જીવા દોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી રવિ પાકની સિઝન માટે સિંચાઈ વિભાગ દ્વારા ગુરૂવારથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે 25000 હેક્ટર જમીનમાં કમાન્ડ એરિયા ધરાવતા વાત્રક જળાશયના પાણીથી 4000 હેક્ટર કરતાં વધુ જમીનમાં રવિ પાકની સિઝન દરમિયાન સિંચન થવાનો સિંચાઈ વિભાગ દ્વારા અંદાજ આંકવામાં આવ્યો છે.
વાત્રક જળાશયમાં ચાલુ સિઝન દરમિયાન પાણીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝન દરમિયાન વાત્રક ડાબા કાઠાની મુખ્ય નહેરમાં આજે તારીખ 17 નવેમ્બર ને ગુરૂવારથી 40 ક્યુસેક પાણી છોડવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.