'હર ઘર તિરંગા':અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા મથક પર ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મફત તિરંગા વિતરણ યોજાયું

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે અલગ અલગ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે ભારત દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને દરેક ઘર દરેક ધંધા પેઢીના સ્થળ પર લગાવવાનું નક્કી થયું છે. ત્યારે સમગ્ર અરવલ્લીના તમામ તાલુકા મથક પર આજે મફત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો.

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરેક ભારતીયના મકાન પર દરેકની વ્યાપારી પેઢી પર તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી લગાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે. ત્યારે ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ દ્વારા સમગ્ર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથકો મોડાસા માલપુર મેઘરજ બાયડ ધનસુરા અને ભિલોડા ખાતે આજે મફત રાષ્ટ્રધ્વજ વિતરણનો કાર્યક્રમ યોજાયો દરેક તાલુકા મથક પર મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ ઉમટી હતી અને દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજનું મફત વિતરણ કરી ઉમિયા ફાઉન્ડેશન જાસપુર પણ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...