પોલીસ ખુદ સલામત નથી:ફતેપુરા ગામે અરજીની તપાસ અર્થે ગયેલા પોલીસ કોસ્ટબલ પર ચાર શખ્શોએ હુમલો કર્યો, એક ઝડપાયો, ત્રણ ફરાર

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા
  • ગુનેગારોને કાયદો અને વ્યવસ્થાનું ભાન નહિ, ગુના આચરવાથી પણ કોઈ ડર નથી

માલપુર તાલુકાના અણિયોર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ગામે અરજીની તપાસ અર્થે ગયેલા પોલીસ કોસ્ટબલ પર ચાર શખ્શોએ હુમલો કર્યો હતો. જેમાંના એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનેગારોને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન નથી અને જાણે ગુના આચરવાથી કોઈ ડર ના હોય એવી ઘટનાઓ એવી ઘટના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી હતી, જેમાં પોલિસ ખુદ સલામત નથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા.

પોલીસે આરોપીનું આધારકાર્ડ માગતાં હુમલો કર્યો
માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અણિયોર આઉટ પોસ્ટ વિસ્તારના ફતેપુરા ગામે પોલીસ કોન્સ્ટેબલ એક અરજીની તપાસ અર્થે ગયા હતા. એ દરમિયાન આરોપીને તેનું નામ પૂછ્યું તો ભરત ખાંટ હોવાનું જણાવ્યું હતું. તો પોલીસે સાચી ઓળખ માટે આરોપીનું આધારકાર્ડ માગ્યું હતું. તો ઘરમાં જઇ કુહાડી લઈ એકાએક હિતેશ નામના પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારી વર્ધી પણ ફાડી નાખી હતી. ત્યારે અન્ય 3 શખ્શોએ પણ હુમલાનો પ્રયાસ કર્યો. ત્યારે અન્ય પોલીસ કર્મીઓએ કોન્સ્ટેબલને છોડાવ્યો હતો. જે ચાર શખ્સો હતા તેમાંના એકને પોલીસે ઝડપી પાડ્યો છે, અન્ય 3 હાલ ફરાર છે. ત્યારે પોલીસે ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...