ભાસ્કર વિશ્લેષણ:બાયડ-માલપુર બેઠક પર ચતુષ્કોણિય જંગ, ઠાકોર - ક્ષત્રિય મતદારો નિર્ણાયક

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠક પર કુલ 2,45,558 મતદારો, જેમાં સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના 1,36,144 મતદારો

બાયડ-માલપુર વિધાનસભા બેઠક આ ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જામ્યો છે. જેમાં ભાજપે પરમાર ભીખીબેન, કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, ભાજપમાંથી નારાજ થઇ અપક્ષમાં ઉમેદવારી નોંધાવનારા ધવલસિંહ ઝાલા અને આમઆદમીપાર્ટીમાંથી પટેલ ચુનીભાઇએ ઉમેદવારી નોંધાવતા ઠાકોર, ક્ષત્રિય મતો વહેંચાવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

બાયડ માલપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા બંને 15 વર્ષે સામસામે ફરી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. બીજી બાજુ ભાજપથી નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડીને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અપક્ષ ઉમેદવારની નોંધાવી છે. આ બેઠક પર કુલ 2,45,558 મતદારો છે.

જેમાં સૌથી વધુ ક્ષત્રિય ઠાકોર સમાજના 1,36,144 જેટલા મતદારો છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપના ભીખીબેન પરમાર વચ્ચે 2007 ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો.

જો કે આ બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર મતદારોનો પ્રભાવ હોવા છતાં ભાજપને 13,000 ઉપરાંત મતોથી કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા અને ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલા પણ ભાજપથી નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપાલાવતાં અને અાપમાંથી પટેલ ચુનીભાઇને ઉમેદવારી નોંધાવી છે.

બેઠક પર 33,706 પાટીદાર મતદારો
બાયડ માલપુર વિધાનસભા બેઠક ઉપર 33,706 કરતા વધુ પાટીદાર મતદારો ચૂંટણી જંગમાં ગણિત ખોટું પાડી શકે છે. કારણ કે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાંથી પાટીદાર સમાજના અગ્રણી અને સિનિયર રાજકીય પટેલ ચુનીભાઇ બબાભાઈએ અને તેમના સમર્થકોએ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે.

બેઠક પર 62,254 યુવા મતદારો
બાયડ માલપુર વિધાનસભા બેઠક ઉપર 18 થી 19 વય જૂથના 7127 અને 20 થી 19 વયના 55,127 યુવા મતદારો હોવાનું નોંધાયું છે. જોકે 7000 ઉપરાંત નવા નોંધાયેલા મતદારો સહિત કુલ 62,254 મતદારો જંગમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...