પશુપાલકના માથે આભ ફાટ્યું!:મોડાસાની માઝૂમ નદીમાં પાણી પીવા ગયેલી ચાર ભેંસ ડૂબી; 3ના મોત અને 1નો બચાવ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હાલ ચોમાસામાં તમામ નદીઓમાં પાણીની આવક આવવાના કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય છે. નદીમાં પાણી હોવાના કારણે પશુપાલકો પશુઓને પાણી પીવડાવવા નદીમાં લાવતા હોય છે ત્યારે ક્યારેક નદીમાં પશુઓના મોત નિપજતા હોય છે.

મોડાસાના પહાડપુર ગામે પસાર થતી માઝૂમ નદીમાં આજે બપોરે પશુપાલકની ચાર ભેંસ પાણી પીવા માટે ગઈ હતી. પાણીમાં ભારે માત્રમાં જડકુંભી અને શેવાળના વધુ પ્રમાણના કારણે ભેંસ નદીના પાણીમાં ફસાઈ ગઈ. આસપાસના લોકોને ખબર પડતાં લોકો દોડી આવ્યા હતા અને મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આવીને પશુઓને બચાવવા પ્રયત્નો હાથ ધર્યાં હતાં. પરંતુ એ પહેલાં ત્રણ ભેંસના મોત નિપજ્યાં હતાં. જ્યારે એક ભેંસને ફાયર વિભાગે બચાવી લીધી હતી. આમ એક સાથે ત્રણ ભેંસોના મોત થતા પશુપાલકના માથે આભ તૂટી પડ્યું હતું.

ખાસ સિંચાઈ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી દ્વારા નદીઓની સફાઈ કરવાની હોય છે. ત્યારે માઝૂમ નદીમાં અતિશય વેલા, જાડી-જાખરા હોવાના કારણે ભેશો માઝૂમ નદીમાં ફસાઈ હોવાનું ગ્રામજનોનું અનુમાન છે. નદીઓની સફાઈ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...