ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલભાઈ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા વિધિવત રીતે તા. 24 મે ના રોજ 1500 થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ભિલોડામાં કેસરીયો ધારણ કરવાના હોવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે.
આ અંગે કેવલ જોષીયારાએ જણાવ્યું કે હું કોઈપણ જાતના વિધાનસભાની ટિકિટના સોદા વગર પોતાની વિચારસરણીથી ભાજપમાં જોડાઈ રહ્યો છું અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાનો વિકાસ થાય તે મારું મુખ્ય લક્ષ્ય રહેશે. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાવાના હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.
ભિલોડાની આર.જી. બારોટ બી.એડ કોલેજમાં 24 મે ના રોજ યોજાનારા ભાજપના સંગઠનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ ઉપસ્થિત રહેવાના હોવાથી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને કાર્યકરો દ્વારા સંગઠનના કાર્યક્રમનો તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે.
આ દિવસે ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલભાઈ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે 1500 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કરવાના હોવાથી જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને તમામ પાંખના કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના છે. ભિલોડાના સ્વ. ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાવાના હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.
મારી વિચારસરણી ભાજપની છે: કેવલ
આ અંગે કેવલ જોષીયારાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે 1500 કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરાશે તેમાં 500 કાર્યકરો એવા છે કે જેમાં સરપંચો પૂર્વ સરપંચ અને પંચાયત સદસ્યો તેમજ તાલુકા સદસ્યો પૂર્વ તાલુકા સદસ્ય પૂર્વ જિલ્લા સદસ્ય તેમજ સમાજના અગ્રણીઓ નો પણ સમાવેશ થાય છે તેમને ભાજપમાં જોડાવા પાછળનું કારણ પૂછતાં જણાવ્યું કે મારી વિચારસરણી ભાજપની છે ભિલોડા અને મેઘરજ બંને પછાત તાલુકાનો વિકાસ થાય એ જ મારું મુખ્ય લક્ષ્ય હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.