વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તમામ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા. ત્યારે ભાજપમાંથી ટિકિટ ના મળતા ધવલસિંહે આજે બાયડ ખાતે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.
પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાદ પેટા ચૂંટણીમાં પાર્ટીએ ટિકિટ આપી હતી, પરંતુ કોંગ્રેસના જસુ પટેલ સામે ચૂંટણી હાર્યા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ માટે દાવેદારી હતી પણ પાર્ટીએ ટિકિટ ના આપી અને ઠાકોર સમાજના જ પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારને આપી ત્યારથી જ જાણે પાર્ટીમાં ભારે અસંતોષ જોવા મળતો હતો. ટિકિટ જાહેર થયા બાદ એક પણ વખત શક્તિ પ્રદર્શન કર્યું ન હતું અને આગળની રણનીતિનું કામ સમર્થકો પર છોડ્યું હતું. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે અને પોતાના સમર્થકોને કહ્યું હતું કે, જેણે આપણી સાથે ગદ્દારી કરી છે તેનો હિસાબ માંગજો અને આપણું જે ચિન્હ આવે એ નિશાન પર જંગી મતદાન કરજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.