• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Former MLA Bhikhiben Parmar's Name Announced For Baid Seat; Said I Am Confident That My Victory Is Certain With More Than 15 Thousand Leads

ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર:બાયડ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારના નામની જાહેરાત; કહ્યું- મને વિશ્વાસ છે કે, 15 હજાર કરતાં વધુ લીડથી મારી જીત નિશ્ચિત છે

અરવલ્લી (મોડાસા)21 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે. ત્યારે ભાજપ દ્વારા આજે ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બાયડ વિધાનસભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારના નામની જાહેરાત કરતાં જ પરિવારમાં અને પાર્ટી કાર્યકરોમાં ખુશી વ્યાપી છે.

પોતાને વિધાનસભાની બાયડ બેઠક માટે ટિકિટના સમાચાર મળતાં જ ભીખીબેન પરિવાર સાથે ઇષ્ટદેવ મહાદેવના દર્શને જઇ માથું ટેકવ્યું હતું અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેમણે અગાઉ પણ ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી અને જનતાના કામો કર્યા હતા. બાકીના સમયમાં પણ પાર્ટીમાં રહી પાર્ટી જે સૂચના કરે એ કામો કર્યા છે અને માલપુર અને બાયડ વિસ્તારમાં પણ મારી લોક ચાહના પહેલેથી જ છે. મને વિશ્વાસ છે કે, 15 હજાર કરતાં વધુ લીડથી મારી જીત નિશ્ચિત છે

અન્ય સમાચારો પણ છે...