ધરપકડ:શામળાજી ચેકપોસ્ટેથી ટ્રકમાંથી 33 લાખનો વિદેશી દારૂ પકડાયો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 41.44 લાખનો મુદ્દામાલ સાથે ચાલક જેલ હવાલે

શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે પર બોર્ડર પોલીસ ચોકી પરથી રૂ. 33,36,000 નો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને શામળાજી પોલીસે ઝડપી કુલ રૂ. 41.44 લાખનો મુદ્દા માલ કબજે લઈને ચાલકને જેલ હવાલે કર્યો હતો.

શામળાજી પોલીસે ઉદેપુર નેશનલ હાઇવે તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોડી સાંજે બોર્ડર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રક નંબર hr 65 a 7311 અટકાવીને પીએસઆઇ બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા તેની તલાસી લેતાં ટ્રકમાં ગેરકાયદે રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટી નંગ 470 મળી હતી. પોલીસે રૂ. 33.36 લાખની વિદેશી દારૂની બોટલ નંગ 11040 કબજે લઈ ચાલક રોહિતસિંહ અશ્વિનીકુમાર રાણા રહે. મોહર જિ.નામાશેર પંજાબને જેલ હવાલે કરીને વિદેશી દારૂ ભરી આપનાર મિધેરસિંહ રહે. બેરા જમ્મુ વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...