મોડાસામાં રથયાત્રા:શહેરમાં પ્રથમવાર નવા રૂટ ઉપર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિની સાત વર્ષની માગણી બાદ શહેરમાં આજે પ્રથમવાર નવા રૂટ ઉપર ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા, અખાડા અને વિવિધ ઝાંખી અને વેશભૂષા તેમજ ભજન મંડળી સાથે નીકળશે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નીકળનારી આ રથયાત્રામાં 524 પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાન અને હોમગાર્ડ જવાન તેમજ અન્ય જવાન નો કાફલો ખડકી દેવાયો છે.

મોડાસા શહેરમાં નિકળનારી આજે 1 જુલાઇને શુક્રવારે 40 મી રથયાત્રાનું રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે ભગવાન જગન્નાથની રથયાત્રા 11:00 બાલકનાથજી મંદિરથી નીકળશે રથયાત્રા પૂર્વે મોડાસાના ઓધારી મંદિર ખાતે યજમાન ચેતન કુમાર પૂનમચંદ દાસ ભાવસાર તથા સમસ્ત તાવડીયા પરિવાર ના મામેરા ની તૈયારી કરાઇ હતી અને બાદમાં ભગવાન ન મામેરુ ભારે ઉત્સાહ સાથે ભરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.

મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી નવા રૂટ માટે વહીવટી વિભાગ અને પોલીસ તંત્ર વિભાગ સામે માગણી કરાઇ હતી જોકે સાત વર્ષના લાંબા સમયગાળા બાદ નવા રૂટનેને મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા સમિતિના મહામંત્રી ભરતભાઈ ભાવસારે જણાવ્યું હતું કે 11:00 ભગવાન બાલાજીના મંદિર રથયાત્રા નીકળી સગર વાડા મહાકાળી મંદિર સરસ્વતી બાલમંદિર ચાર રસ્તા થઈ નવા રૂટ મેઘરજ રોડ ઉપર જશે.

ભગવાન જગન્નાથ આ રૂટ પરથી નીકળશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મેઘરજ રોડ, ઉમિયા માતાજી મંદિર, પાવન સીટી, ડીપીરોડ, કાર્તિકેય સોસાયટી, માલપુર રોડ, જાયકા કલ્યાણ ચોક, ITI ચાર રસ્તા, કડિયાવાળા, ભાવસાર વાળા, હોળી ચકલા, ટેલિફોન એક્સચેન્જ, જૂની નગરપાલિકા, ગીતા પરવડી ચોકડી, જૈન દેરાસર થઈ 7:00 નિજ મંદિર રથયાત્રા પરત ફરશે

અન્ય સમાચારો પણ છે...