ભરતી શિબિર:અરવલ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે તા. 8 થી 14 મે સુધી ભરતી

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે સવારે 10 થી 4 વાગ્યા સુધી હાજર રહેવું

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇંટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી. ના સહયોગથી અરવલ્લી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ભરતી તા. 8 થી 14 મે દરમિયાન સવારે 10 થી બપોરના 4 કલાક દરમિયાન કરાયું છે.

સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીમાં ઉમેદવારની ઉંમર 21 થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10પાસ, નાપાસ, ઊંચાઇ 168 સે.મી, વજન 56 કિલો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજના ફોટા,આધારકાર્ડ, પેન સાથે રાખવાનું રહેશે. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાસ થયેલ ઉમેદવારોને રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસા ,જિ. ગાંધીનગર આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી ગણાશે.

ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔદ્યોગિકક્ષેત્ર, બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી અપાશે. સુરક્ષા જવાનનો પગાર રૂ.-12હજારથી રૂ. 15હજાર, સુરક્ષા સુપરવાઈઝર માટે રૂ. 15હજારથી 18હજાર, અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રોમોશન, પી.એફ., ઇ.એસ.આઈ., ગ્રેજ્યુઇટી,મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા અપાશે તેવું એમએસએસસીઆઇ રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસાના ભરતી અધિકારી મૃત્યુંજય કુમાર દ્વારા જણાવાયું છે.

જિલ્લામાં અહીં ભરતી શિબિર
સેન્ટ ઝેવિયર્સ વિદ્યાલય ભિલોડા તા. 8 મે
પી.જી.મેહતા હાઈસ્કૂલ માલપુર તા. 9 મે
પી સી એન હાઈસ્કૂલ મેઘરજ તા. 10 મે
એન એન શાહ હાઈસ્કૂલ બાયડ તા. 11 મે
સીજી બુટાલા હાઇસ્કૂલ મોડાસા તા.12 મે
જેએસ મહેતા હાઇસ્કૂલ ધનસુરા તા. 13 મે
આર્ય જ્યોતિ વિદ્યાલય શામળાજી તા. 14 મે ના રોજ ભરતી મેળો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...