અસુવિધા થતાં શિક્ષકો ભડક્યા:મોડાસા ખાતે શિક્ષકોનો વધઘટનો બદલી કેમ્પ યોજાયો; મોડી રાત સુધી ચાલેલી કામગીરીમાં વ્યવસ્થાના અભાવે શિક્ષકોમાં રોષ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

વર્ષોથી એક જ સ્થળ પર રહીને શિક્ષણ કાર્ય કરતા શિક્ષકો માટે તંત્ર દ્વારા બદલી માટે કેમ્પ ગોઠવવામાં આવે છે. ત્યારે મોડાસા ખાતે યોજાયેલા બદલી વધઘટ કેમ્પમાં વ્યવસ્થાના અભાવે શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો.

કેમ્પમાં પાણીથી લઈને કોઈ પ્રકારની વ્યવસ્થા નહોતી
મોડાસા ખાતે એક ખાનગી શાળામાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોનો વધઘટનો બદલી કેમ્પ એક ખાનગી શાળામાં યોજાયો હતો. બે દિવસીય આ કેમ્પમાં પ્રથમ દિવસે મોડી રાત સુધી કામગીરી ચાલી હતી .જેમાં મહિલા શિક્ષિકાઓ પણ મોડી રાત સુધી પરેશાન થઈ હતી. આ કેમ્પમાં પાણીથી લઈને કોઈ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. આખી રાત શિક્ષકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...