ચેકિંગ કામગીરી:અરવલ્લી જિલ્લામાં EVM અને VVPATની પ્રથમ ચકાસણી કરાઇ

મોડાસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 14 દિવસ ચાલનારી ચેકિંગ કામગીરી દરમિયાન 3200 થી વધુ ઇવીએમ અને વીવીપેટની ચકાસણી કરાશે

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ અને વીવીપેટ મશીનની પ્રથમ એટલે કે ફર્સ્ટ લેવલની ચેકિંગ કામગીરી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા 3200 કરતાં વધુ ઇવીએમ અને વીવીપેટ મશીનની ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને હાથ ધરાઇ છે.

અરવલ્લી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા ઇવીએમ અને વીવીપેટ મશીનની ફર્સ્ટ લેવલની ચેકિંગ કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરાય છે. જિલ્લામાં 14 દિવસ સુધી પ્રથમ તબક્કાની ઇવીએમ મશીન અને વીવીપેટ મશીનની ચકાસણી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...