વિવાદ:મામેરામાં ન બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના દલીલપુર આલમપુરમાં 8 સામે ફરિયાદ નોંધાઇ

મોડાસાના દલીલપુર આલમપુરમાં મામેરામાં ન બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામે મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં 8 લોકો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

દલીલપુર આલમપુરમાં મામેરામા કેમ બોલાવ્યા નહીં કહી 4 જેટલા શખ્સોએ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાઘાજી સવાજી ખાંટે પ્રધાનભાઈ ઉદાજી બામણીયા, હિતેશભાઈ અશ્વિનભાઈ બામણીયા, સુધીરભાઈ કાળાભાઈ બામણીયા સુભાષભાઈ કાંતિભાઈ પરમાર તમામ રહે. દલીલપુર આલમપુર મોડાસા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

દલીલપુરમાં સામા પક્ષે મહિલાને અમને કેમ મામેરામાં બોલાવ્યા નહીં કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચંદાબેન જવાનજી ધીરાજી વાઘેલાએ વાઘાભાઈ સવાભાઈ ખાંટ નિલેશભાઈ અમૃતભાઈ ખાટ યોગેશભાઈ કોદરભાઈ ખાંટ તેમજ મનીષભાઈ વજાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...