અરવલ્લીમાં અનરાધાર:ધોધમાર વરસાદથી લાલપુરનો કોઝવે ઓવરફ્લો, વિદ્યાર્થીઓને JCB વડે બચાવાયા, સજાપુરમાં તણાતી બાઇકને બચાવી લેવાઈ

અરવલ્લી (મોડાસા)4 દિવસ પહેલા
  • જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો, ઢીંચણસમાં પાણી ભરાયાં
  • વરસાદને કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યાં તો ખેતરો તળાવમાં ફેરવાયાં
  • સજાપુરમાં પાણીના ભારે પ્રવાહમાં તણાતી બાઈકને બચાવી લેવાઈ

ગઈકાલે શુક્રવારે સમી સાંજે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યાં હતાં તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાયાં હતાં. વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેને પગલે કેટલાક ફસાયેલા વિદ્યાર્થીઓને જેસીબીની મદદથી સામે કાંઠે લઈ જવાયા હતા. તો સજાપુરમાં એક બાઈક પાણીના ભારે પ્રવાહમાં તણાઈ રહી હતી.

શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ ફસાતાં તેમનું રેસ્ક્યૂ કરાયું.
શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ ફસાતાં તેમનું રેસ્ક્યૂ કરાયું.

લાલપુર ગામે નદી પરનો કોઝવે છલકાયો
અરવલ્લી જિલ્લામાં ગામડાંમાં ખાબકેલા ભારે વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેને કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા અસમર્થ હતા, જેથી જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને અંધકારમાં સામેના તીરે પહોંચાડી રેસ્ક્યૂ કરાયું હતું. ઉપરાંત જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત ગામની મધ્યમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં.

ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં.
ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં.

બાઈકના રેસ્ક્યૂનાં દૃશ્યો કેમેરામાં કેદ
આ સિવાય સજાપુરમાં એક બાઇક ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ કેટલાક યુવકોએ એ તણાતી બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી એને બચાવી લેવાઈ હતી. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદને કારણે બાઈકના રેસ્ક્યૂનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.

સજાપુરમાં તણાતી એક બાઈકને બચાવી લેવાઈ.
સજાપુરમાં તણાતી એક બાઈકને બચાવી લેવાઈ.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર.
અન્ય સમાચારો પણ છે...