કોરોનાની રિ-એન્ટ્રી:મેઘરજના પૂજારપુરમાં મહિલા અને ભિલોડાનો પુરુષ સંક્રમિત

મોડાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અરવલ્લીમાં 79 દિવસ બાદ કોરોનાની એન્ટ્રી

અરવલ્લી જિલ્લામાં 79 દિવસ બાદ કોરોનાની રિ-એન્ટ્રી થતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે. મેઘરજના પૂજાપુરમાં મહિલા અને ભિલોડાના અંધારિયામાં પુરુષ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે બંને ગામડાઓમાં સર્વે કામગીરી હાથ ધરી છે.

અરવલ્લીમાં માર્ચ મહિનાની બીજી લહેરમાં કુલ 557 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં છેલ્લે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 17 માર્ચે કોરોના પોઝિટિવનો દર્દી નોંધાયો હતો જિલ્લામાં અઢી માસ ઉપરાંતના સમયગાળા બાદ કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે.

મેઘરજ તાલુકાના પૂજાપુરમાં રહેતી 40 વર્ષીય મહિલા અને ભિલોડા તાલુકાના અંધારિયામાં રહેતો 22 વર્ષીય પુરુષ બીમારીમાં સપડાતાં તેણે સ્થાનિક કક્ષાએ સારવાર લીધી હતી. પરંતુ તેનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેના જુદાજુદા મેડિકલ ટેસ્ટ કરાયા હતા સોમવારે બંને દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા બંનેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...