ધનસુરા તાલુકાના વડાગામમાં નવા રાવળવાસમાં અઢી વર્ષ અગાઉ ઘરમાં થયેલા ઝઘડા દરમિયાન આધેડ પિતા નાનજીભાઈ ઉકળ ભાઈ વસાવાને લાકડાના ધોકા વડે માર મારીને મોતને ઘાટ ઉતારનાર આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ભદ્રેશ નાનજીભાઈ વસાવાને તક્સીરવાન ઠેરવીને જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયાધીશ એચસી વોરાએ સરકારી વકીલ આર જે ભાટીની ધારદાર દલીલો અને આધાર પુરાવા ગ્રાહ્ય રાખીને આજીવન કેદની સજા અને દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.
ધનસુરા તાલુકાના વડાગામમાં અઢી વર્ષ અગાઉ તારીખ 21 5 2019 ના રોજ દસ વાગ્યાના સમયે બનેલી અતિ ચકચારી હત્યા કેસની વિગત એવી છે કે નવા રાવળ વાસમાં રહેતા નાનજીભાઈ વસાવા અને તેમના પત્ની સવિતાબેન ઘરે હતા દરમિયાન તેમનો પુત્ર અશ્વિન ઉર્ફે ભદ્રેશ નાનજી ભાઈ વસાવા ડમ્પર માં ડ્રાઇવિંગ કરીને સવારે ઘરે આવીને ખાટલામાં આરામ ફરમાવી રહ્યો હતો
દરમિયાન તેના પિતા નાનજીભાઈ એ તેને ડાકોર પાસેના અરેરા ખાતે પિયરમાં ગયેલી પત્ની સુધા ને તેડી લાવવા માટેનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પિતા સાથે ગાળાગાળી કરી ઘરમાં કપડાં ધોવાના પડેલા લાકડાના ધોકા વડે પિતાને માથાના અને મોઢાના ભાગે માર માર્યો હતો આ ઝઘડામાં વચ્ચે પડેલી તેની માતા સવિતાબેન ને પણ બરડાના ભાગે અને શરીરે ધોકા વડે મારમારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી
આરોપીને આ ઝઘડામાં એટલી હદે જનુંન સવાર થઈ ગયું હતું કે લાકડાના ધોકા ના ત્રણ ટુકડા થઈ જતા લોહીલુહાણ હાલતમાં તેના પિતા ને માર મારીને ઘરની બહાર ફેંકી દીધા હતા જા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા નાનજીભાઈ ઉકળભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ અશ્વિનભાઈ ઉર્ફે ભદ્રેશ નાનજીભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો
આ કેસ પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ એસ સી વોરા ની કોર્ટમાં ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર જે ભાટીએ મૌખિક જુ બા ની તેમજ દસ્તાવેજી પુરાવા અને મેડિકલ પુરાવા તેમ જ એફએસએલ રિપોર્ટ રજૂ કરીને સરકાર તરફથી ધારદાર રજૂઆત કરતાં કોર્ટે આરોપી અશ્વિન ઉર્ફે ભદ્રેશ નાનજીભાઈ વસાવાને ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ ના ગુનામાં તકસીરવાન ઠેરવી ને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 2000 દંડ ફટકાર્યો હતો તદુપરાંત દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.