હુમલો:મોડાસાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં પિતાનો દીકરી પર જીવલેણ હુમલો

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાને સારવાર અર્થે ખસેડાઈ, મોડાસા ટાઉન પોલીસે ધનસુરાના ગામના હુમલાખોર પિતાને ઝડપી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
  • સગીરાના પિતાએ જ ચિલ્ડ્રન હોમમાં મુલાકાત દરમિયાન બ્લેડ વડે ગળામાં જીવલેણ હુમલો કરતાં ચકચાર,હુમલાનું કારણ અકબંધ

મોડાસાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લીમાં રાખવામાં આવેલી સગીરાને પિતાએ જ ચિલ્ડ્રન હોમમાં મુલાકાત દરમિયાન તિક્ષ્ણ પદાર્થ વડે ગળામાં જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. પિતાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરાને લોહી લુહાણ હાલતમાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મોડાસા ટાઉન પોલીસે ધનસુરાના ગામના હુમલાખોર પિતાને ઝડપી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. મોડાસાના જૂની આરટીઓ પાસે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લીમાં છેલ્લા કેટલાય સમયથી પોસ્કો કેસમાં રાખવામાં આવેલી ધનસુરાના ગામની સગીરાને મળવા માટે બપોરના સમયે તેના માતા પિતા આવ્યા હતા દરમિયાન પિતાએ સગીર દીકરીની મુલાકાત દરમિયાન તેની પાસે રહેલા તિક્ષણ ધારદાર પદાર્થ વડે દીકરીના ગળા ઉપર અચાનક હુમલો કરતાં સગીરા લોહી લુહાણ હાલતમાં થઈ ગઈ હતી.

ઘટનાના પગલે ચિલ્ડ્રન હોમમાં અચાનક ગુમાબૂમ ગુમાબૂમ થતા સ્ટાફ તેમજ સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા જોકે તાત્કાલિક સારવાર માટે સગીરાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાના પગલે ટાઉન પોલીસને જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ ગુનો નોંધવા મોડી સાંજે તજવીજ હાથ ધરી હતી. મોડાસામાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લીમાં ધૃણાસ્પદ ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

હુમલાથી સ્ટાફ પણ ડઘાઈ ગયો હતો. મોડાસાની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 17 વર્ષીય સગીરા ઉપર પિતા દ્વારા બ્લેડથી જીવલેણ હુમલો કરાતા સંસ્થામાં ફરજ બજાવતા આશાબેન રઘુરામભાઈ જોષીએ મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 17 વર્ષીય સગીરાને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

જીવલેણ હુમલો કરનાર પિતા સામે 307નો ગુનો
મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ભરાઈએ જણાવ્યું કે મોડાસા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં બપોરના સમયે ધનસુરા તાલુકાના એક ગામના આરોપીએ પોતાની દીકરીને મારી નાખવાના ઇરાદે બ્લેડથી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં દીકરીના પિતા વિરુદ્ધ ઈપી કો કલમ 307 મુજબ ગુનો નોંધી જેલ હવાલે કરવા આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...