મોડાસા-શામળાજી રેલવે લાઈન તેના અગાઉ થયેલા સર્વે મુજબ મૂળ રૂટ પર પસાર કરવા સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓએ રેલી સ્વરૂપે રેલવે વિભાગ નવી દિલ્હીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું છે કે મોડાસા-શામળાજી રેલવે લાઇન અગાઉના સર્વે મુજબ હાલના મોડાસા રેલવે સ્ટેશનેથી સીધા આગળ વધીને શામળાજી લઈ જવાની હતી.
એ રૂટમાં માત્ર 50 જેટલા મકાનો છે અને સરકારી જમીનો પડતર છે. અગાઉના સર્વે મુજબ ખેતી લાયક જમીનો નહિવત માત્રામાં જ સંપાદન કરવાની થતી હતી અને સર્વે મુજબ રેલવે રૂટની લંબાઈ 16.5 કિમી થતી હતી અને હાલના સર્વે મુજબ રેલવે લાઇન 22.5 કિમી થાય છે. જે ખેડૂતોને નુકસાનકારક છે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ડેવલપરને લાભાર્થે આખો રૂટ બદલાયો હતો.
ખેડૂતોની માગણીઓ
1. આખું રેલવે સ્ટેશન જ નવું બનાવવા મોડાસાથી દૂર જમીન સંપાદન કરવાની થાય, અને નવો જે રૂટ મંજૂર કરાયો એમાં કુલ 401 ખેડૂતોની 94 એકર જમીન સંપાદન કરવાની થાય છેજે ખેડૂતોના ઘર આ તરફ અને જમીન પેલી તરફ હોવાથી અવર-જવરમાં મુશ્કેલી
2. અરવલ્લીની પહાડીનું વરસાદી પાણી રૂટ પાસે આવીને ઝડપી નિકાસના પામે એટલે ઉપરવાસના ખેતરોમાં ભરાઈ રહે તેથી ચોમાસુ પાક નાશ પામે, ચુમાસુ ખેતી મુશ્કેલ બને,
3. પાણીની લાઈનો એક તરફથી બીજી તરફ લઇ જવી મુશ્કેલ બને,
4. પશુઓની હેરફેર એક તરફથી બીજી તરફ કરવી મુશ્કેલ બને, લાબું અંતર કાપવું પડે,
5. અંતર સાથે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધે છે જે જનતાના પૈસાનો વેડફાટ છે,
6.અંતર વધવા સાથે કાયમ માટે મોંઘા ભાવના ડીઝલ-વીજળીનો ખર્ચ વધશે.
7. હજારો લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ એવી ખેતી અને પશુપાલન આધારિત રોજગારી નાશ પામશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.