સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા વિદ્યાર્થીઓને સારા ગુણવત્તા સભર આહાર સાથે સારું શિક્ષણ મળે તે માટે બક્ષીપંચ છાત્રાલયો ચલાવવામાં આવે છે. ત્યારે આવા છાત્રાલયમાં જો કોઈ વિદ્યાર્થીનો લટકતી હલાતમાં મૃતદેહ મળે તો?. આવી ઘટના માલપુર તાલુકામાં ઘટી હતી. તેના ન્યાય માટે મૃતક પરિવારજનોએ રેલી યોજી હતી.
માલપુર તાલુકાના ગોવિંદપુર કંપા ખાતે કમલાબેન મહેતા છાત્રાલય આવેલું છે. આ છાત્રાલયમાં માલપુર તાલુકાના ગરીબી રેખા નીચે જીવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હોય છે. ત્યારે ગત માસે માલપુરના આંકલીયાના ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો છાત્રાલયના રૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તે બાબતે વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું હતું કે, નાના વિદ્યાર્થીની લટકીને આત્મહત્યા કરવી શક્ય નથી. તેવા આક્ષેપો સાથે પરિવાર દ્વારા પોલીસમાં યોગ્ય ન્યાયની માગ કરવામાં આવી હતી, પરંતુ એ બાબતે કાર્યવાહી મંદગતિએ થતાં તેમના પરિવારજનો દ્વારા આજે મોડાસા રોકડીયા હનુમાન મંદિરથી જિલ્લા સેવાસદન સુધી હાથમાં પ્લેકાર્ડ રાખી 300 લોકો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.