વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ:અરવલ્લી જિલ્લામાં બાયડ મોડાસા અને ભિલોડા વિધાનસભા બેઠક માટે ઇવીએમ વિવિપેટ નિદર્શન અને તાલીમ ડેમોસ્ટ્રેશન યોજાયું

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

વિધાનસભા ની ચૂંટણી હવે નજીક માં છે ત્યારે વહીવટી તંત્ર પણ એક્શન માં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા વિવિધ મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક છે, 30 - ભિલોડા , 31 મોડાસા અને 32 બાયડ આ ત્રણેય વિધાનસભાની ચૂંટણી માટે મતદાર જાગૃતિ અભિયાન હેઠળ ઇવીએમ મશીન, અને વીવીપેટ મશીનની જાણકારી અંગેનો ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યો હતો. મોડાસા જનસેવા કેન્દ્ર ખાતે, બાયડ મામલતદાર કચેરી અને ભિલોડા મામલતદાર કચેરી ખાતે ડેમો યોજાયો જેમાં મતદારોને ઇવીએમમાં મત ક્યાં આપવો એ મત આપ્યા પછી તમે કોને મત આપ્યો છે તે નંબર અને નિશાન સાથે વીવીપેટમાં સ્પષ્ટ જોઈ શકાય એ બાબતે મતદારોને સમજ આપવામાં આવી હતી. તેમજ ઇવીએમ વિશે પણ જાણકારી અપાઈ હતી, આમ ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ માટે ઇવીએમ અને વિવિપેટ નિદર્શન યોજાયું. આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લાગતી કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...